- ચોટીલા તાલુકાના રાજાવાડ ગામની સીમમાંથી યુવકની સળગેલી હાલતમાં લાશ મળી
- થોડા દિવસ પહેલા સગીરાને ભગાડી જવાના મામલે હત્યાં થઈ હોવાનો મૃતક પરીવારનો આક્ષેપ
Chotila News : ચોટીલા તાલુકાના રાજાવાડ ગામે ૨૫ વર્ષીય દિલીપભાઈ મુળાભાઈ વાઘેલાની ગામની સીમમાં ભોગાવો નદીના કાંઠે સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી. ગ્રામજનોએ આ બાબતની જાણ નજીકનાં પોલીસ મથકે કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક અંદાજે ૪ થી ૫ દિવસ પહેલા દેવસર ગામની સગીરાને ભગાડીને લઈ ગયો હતો. જે મામલે સગીરાના પરિવારજનોએ પોલીસ સ્ટેશને લેખિત રજુઆત કરી હતી.
આ મામલે મૃતકનાં પરિવારજનો અને સમાજના લોકો પોલીસ સ્ટેશને આવી પહોંચ્યા હતાં. અને સગીરાના પરિવારજનો દ્વારા યુવકની હત્યાં કર્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યાં હતાં. તથા આરોપીને ઝડપી પાડવામાં નહીં આવે ત્યાં સુધી લાશને સ્વીકારવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો. પોલીસે લાશનો કબ્જો લઈ ફોરેન્સીક પીએમ માટે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
આ બનાવની જાણ થતાં જિલ્લા પોલીસવડા, લીંબડી dysp વિશાલ રબારી, એલસીબી એસઓજીની ટિમો આવી પહોંચી હતી.