The portion from the idol of Shri Ramlalla in Ayodhya is installed at the in Chotila Chamunda mataji temple
chotila chamunda mataji temple : અયોધ્યાની શ્રી રામલલ્લાનીમૂર્તિ માંથી વધેલો અંશ ચોટીલાનાં રામજી મંદિરમાં સ્થપિત
ચોટીલાના રામજી મંદિરમાં આજથી અયોધ્યાના રામલલ્લાના દર્શનની અનુભૂતિ થશે…
તારીખ 22-01-2024 ના ઐતિહાસિક દિવસે અયોધ્યા માં શ્રી રામ ભગવાનની મૂર્તિ ની પૂન:પ્રાણપ્રતિષ્ઠા થઈ હતી. આ શુભ દિવસે અયોધ્યા નગરીમા પ્રત્યક્ષ સાક્ષી બનેલા દરેક સાધુ સંતોને યાદગીરી રૂપે પૂજામાં રાખવા માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર તરફ થી એક કાળા પથ્થરનો નાનો ટૂકડો ભેટમાં મોકલવામાં આવ્યો છે.
ચોટીલા ના શ્રી ચામુંડા માતાજી ડુંગર મંદિર ના મહંત પરિવારના મનસુખગિરિ ગોસાઈ પણ તા.24-01-2024 ના રોજ અયોધ્યા ગયા હતા અને તેમને પણ અયોધ્યાથી પ્રસાદી મા શ્રી રામલલ્લાની મૂર્તિ જે પથ્થરમાથી કંડારવામા આવી છે તે સીલાનો વધેલો ટૂકડો તથા ૧૦ ગ્રામ નો ચાંદીનો સિક્કો પ્રસાદી રૂપમા મળ્યો છે. આ પથ્થરનો ટૂકડો કોઈ સામાન્ય પથ્થર નો ટૂકડો નથી પરંતુ જે મોટી પથ્થરની સીલા માંથી શ્રી રામ ભગવાનની દિવ્ય મૂર્તિ નિર્માણ પામી છે તે દિવ્ય મૂર્તિ ના નિર્માણ બાદ જે પથ્થર ના ટૂકડા બચ્યા હતા તેમાનો આ પવિત્ર પથ્થર છે.
આ બાબતે શ્રી ચામુંડા માતાજીના મહંત પરિવારના મનસુખગિરિ ગોસાઈ એ જણાવ્યું હતુ કે આ પવિત્ર પથ્થર મેં પૂજા મા રાખ્યો હતો અને નિત્ય તેના દર્શન અને પૂજા પણ થતા હતા. મને રોજ એવો વિચાર આવતો હતો કે આ દર્શન અને પૂજાનો લાભ ચોટીલાના બધા જ લોકોને મળવો જોઈએ.
હાલ જ્યારે મને રામનવમી ના દિવસે ચોટીલા ની ધારશીબાપુ ની જગ્યા કે જે મોટી જગ્યા ના નામ થી પ્રસિદ્ધ શ્રી રામજી મંદિર મા મહા-આરતી નો લાભ લેવા માટે આમંત્રણ મળ્યું ત્યારે મને એવો વિચાર આવ્યો કે જો આ પવિત્ર પથ્થર રામનવમી ના શુભ દિવસે અહીં રામજી મંદિરમાં કાયમી સ્થાપિત કરવામા આવે તો ચોટીલા ના દરેક રામભક્તોને દરરોજ આ દર્શનનો લાભ મળી શકે. અને તે માટે મેં રામજી મંદિરના મહંત હરિપ્રસાદજી બાપુ ને આ વાત કહી તો તેમણે પણ આ વાત સહર્ષ સ્વીકારી લીધી હતી.
આ દિવ્ય પથ્થર ના બધાજ લોકો નિત્ય દર્શન કરી શકે તે શુભ આશય થી આજરોજ રામનવમી ના શુભ દિવસે ચોટીલા ના રામજી મંદિરમા સ્થાપિત કરવામાં આવ્યો છે…
ચોટીલાના ધર્મપ્રેમી લોકો અહીંયા રામજી મંદિરે દર્શન કરવા આવશે ત્યારે આ પથ્થરના દર્શન કરશે ત્યારે તેમને અયોધ્યા માં બિરાજમાન શ્રી રામલલ્લા ના દર્શનની અનુભૂતિ થશે અને સાથે સાથે અયોધ્યા મંદિરના આશરે ૫૦૦ વર્ષોના આપણા હિંન્દૂઓ ના સંઘર્ષનો ઈતિહાસ પણ યાદ આવશે. ચોટીલા શહેરના માતાપિતા જ્યારે પોતાના નાના બાળકોને અહીં દર્શને લાવશે ત્યારે એ નાના બાળકો પણ આપણા એ ઈતિહાસથી અવગત થશે…
॥ જય શ્રી રામ ॥
જય માતાજી…