thangadh news : થાનગઢના સારસાણા ગામ ની સીમમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી.
સુરેન્દ્રનગર જિલ્લામાં અવનવા બનાવવા વધી રહ્યા છે જ્યારે થાનગઢ તાલુકાના નવાગામના વતની કુણાપરા ભનુભાઈ રણછોડભાઈ ઉંમર વર્ષ આશરે ૪૬વર્ષ,સારસાણા ગામ ની સીમ માં સવારે ગળે ફાંસો કાતિલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આજુબાજુ ગામના રહીશો ને જાણ થતા લોકો એકઠા થયા હતા ત્યારબાદ ડોક્યુમેન્ટ પાસે નીકળતા પરિવારજનોને જાણ કરવામાં આવી હતી તેમજ થાનગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જે લાશને ચોટીલા પી.એમ અર્થે મોકલી દેવામાં આવી છે. આ ઘટના અંગે સુત્રો પાસેથી માહિતી મુજબ શરીરે નાની મોટી ઇજાઓ પહોંચી હતી તેમજ ગળા પર રૂમાલ વિટોળાયેલો હતો. જેના કારણે શંકા જતાં વધુ તપાસ હાથ ધરવામાં માં આવી છે.
અહેવાલ – જેસીંગભાઇ સારોલા સાયલા