thangadh news: વરિયા પ્રજાપતિ સમાજ ની વાડી ખાતે જય વેલનાથ યુવા એજ્યુકેશન ટ્રસ્ટ થાનગઢ દ્વારા સમસ્ત ચુવાળીયા કોળી ઠાકોર સમાજ ના તેજસ્વી વિદ્યાર્થીઓ નો સન્માન સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો
જેમાં 160 થીં વધુ વિદ્યાર્થી ઓ ને ટ્રોફી,સ્કુલબેગ તેમજ ચોપડ પ્રોત્સાહન ઇનામો આપવામાં આવ્યા.તેમજ રાહત દરે ફૂલ સ્કેપ ચોપડા વિતરણ પણ કરવામાં આવ્યું.
આ આયોજન માં જય વેલનાથ યુવા જય વેલનાથ સેવા ટ્રસ્ટના રાજુભાઈ માનસુરિયા એડ્યુકેશન ટ્રસ્ટ નાં પ્રમુખ રમેશભાઇ વિંજવાડીયા,અશોકભાઈ કણસાગરા, એડવોકેટ દેવાંગભાઈ રાઠોડ,મયુર દેગામા,જીલુભાઈ માનસુરિયા, તેમજ ડો.પ્રકાશભાઈ કોરડીયા, તેમજ સમાજ ના વડીલો અને યુવાનો કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવી.જેમાં સમાજ નાં વિદ્યાર્થી અને વાલીઓ મોટી સંખ્યા માં ઉપસ્થિતિ આપી કાર્યક્રમ સફળ બનાવાયો…
રીપોર્ટર મહેશભાઇ થરેશા.