સુરેન્દ્રનગરમાં ફરી વિરોધનો વંટોળ શરૂ… ટીકીટ નહિ તો સમગ્ર કાર્યકરોનાં રાજીનામાં…chotila times report in surendranagar….
ભાજપે પોતાની ત્રીજી યાદીની જાહેરાત કરતા સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર મોરબી જિલ્લાનાં અને કોંગ્રેસ માથી આવેલા ચુંવાળીયા સમાજના ઉમેદવારની પસંદગી કરતા રાજકારણ ગરમાયું હતું.
સુરેન્દ્રનગર બેઠક પર મોરબી જિ.પંચાયતનાં પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા અને ચુંવાડીયા ઠાકોર જ્ઞાતિનાં ઉમેદવાર ચંદુ શીંહોરાને ટીકીટ આપવામાં આવી છે.
2019ની લોકસભા ચૂંટણીમાં આ બેઠક પર ડો. મહેન્દ્ર મૂંજપરાએ જીત મેળવી હતી. અને તેમને કેન્દ્રીયમંત્રીનો દરજ્જો પણ આપવામાં આવ્યો હતો. ભાજપે જાહેર કરેલી ત્રીજી યાદીમાં ડો. મૂંજપરાની ટીકીટ કાપીને મોરબીનાં ચંદુ શીંહોરાને ટીકીટ આપવામાં આવી હતી. જેથી ડો. ની ટીકીટ કપાતા સુરેન્દ્રનગરનાં રાજકારમાં ઘણી ચર્ચાઓએ વેગ પકડ્યો છે.
સુરેન્દ્રનગર લોકસભાની બેઠક ઉપર ચુવાડીયા અને તળપદા કોળી જ્ઞાતિનું ખુબ મોટુ પ્રભુત્વ છે. જેથી કોઈ પણ પક્ષ આ જ્ઞાતિને નજર અંદાજ ન કરી શકે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ આ બેઠક પર કોળી જ્ઞાતિનાં ઉમેદવારોને ટિકિટ આપતાં હોય છે.
જેમાં ભાજપ દ્વારા મોટાભાગે ચુવાડીયા કોળી જ્ઞાતિનાં ઉમેદવારોને ટિકિટ આપવામાં આવતી હોય છે.
ત્યારે તળપદા કોળી સમાજમાં એવા પ્રશ્નોએ વાંચા પકડી છે કે તળપદા કોળી સમાજને ટીકીટ આપનાર પક્ષને જ વોટ મળશે જો ભાજપ ઉમેદવાર નહી બદલે તો કાર્ય કારોના રાજીનામાં પડશે.
આ બધા પ્રશ્નો સાથે સુરેન્દ્રનગર 80 ફૂટ રોડ પર આવેલી કોળી સમાજની બોર્ડિંગ ખાતે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં તળપદા કોળી સમાજના મતદારો વધું હોવા છતાં ભાજપ દ્વારા ચુંવાળીયા સમાજના ઉમેદવારને ટીકીટ અપાઈ છે. ભાજપ દ્વારા તળપદા કોળીનાં ઉમેદવારને ટિકિટ નહીં આપવાના કારણે તળપદા કોળી સાથે અન્યાય થયો હોવાની પન ચર્ચાઓએ વેગ પકડ્યો છે. જે પક્ષ તળપદા કોળી સમાજને ટિકિટ આપશે તેમની સાથે રહેશે અને જો ઉમેદવાર બદલવામાં નહીં આવેતો તળપદા કોળી સમાજના કાર્યકરો આવનારા સમયમાં રાજીનામ આપવાની તૈયારીમાં રહેશે.
વધુમાં આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે તળપદા કોળી સમાજે સંગઠિત થવું પડશે. આપણે સોશિયલ મીડિયામાં આક્રોશ વ્યક્ત કરી સંતોષ માની લઈએ છીએ હજુ બીજી પાર્ટીનાં ઉમેદવારો જાહેર કરવાનાં બાકી છે ત્યારે આપણે સૌ સાથે મળીને સમાજના સક્ષમ અને જાગૃત ઉમેદવારને જીતાડીએ આજ સુધી સુરેન્દ્રનગર જિલ્લા સંગઠન પર પ્રમુખ કે મહામંત્રી પદે ક્યારેય હોદા આપવામાં નથી આવ્યાં તે માટે પણ સમસ્ત તળપદા કોળી સમાજ નારાજ છે.
તો બીજી બાજુ ભાજપે ઠાકોર સમાજના ઉમેદવારની પસંદગી કરતા કોંગ્રેસ આ સીટ પરથી તળપદા કોળી જ્ઞાતિનાં ઉમેદવારને મેદાનમાં ઉતારે તેવી સંભાવના છે.…
krushi vigyan kendra chotila
junagadh krushi vigyan kendra , nana kandhasar chotila કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, નાના…
સુરેન્દ્રનગર જિલ્લામાં તા.૨૦ જૂને યોજાશે ભરતી મેળો
surendranagar news : જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર દ્વારા તા.૨૦/૦૬/૨૦૨૪ના રોજ સવારના ૧૦-૩૦ કલાકે જિલ્લા રોજગાર…
thangadh news chotila times reports
thangadh news : થાનગઢના સારસાણા ગામ ની સીમમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી….
thangadh news chotila times reports
thangadh news: વરિયા પ્રજાપતિ સમાજ ની વાડી ખાતે જય વેલનાથ યુવા એજ્યુકેશન ટ્રસ્ટ થાનગઢ દ્વારા…
phonebook chotila times
Note : This Phonebook is created for information purpose only. Chotila Times Media does not…
Phonebook chotila
Note : This Phonebook is created for information purpose only. Chotila Times Media does not…