- ૧૧ દિવસ બાદ મૃતદેહ વતન પહોંચ્યો Surendranagar students drowns in australis chotila times breaking news
- સુરેન્દ્રનગરનાં જોરાવરનગરના કંસારા સમાજનો ૨૬વર્ષીય પુત્ર જીલને ઓસ્ટ્રેલિયામાં કાળ ભરખી ગયો.
- જીલના ફૈબાનો દીકરો ઓસ્ટ્રેલિયામાં સારવાર હેઠળ છે
- જીલ તેના મિત્રોને કહેતો સેટલ થઈ ગયા બાદ આવી કાર ખરીદીશ અને મારા મમ્મી પપ્પાને કારમાં ફેરવીશ.
- ૧૦ મહિના પહેલા ઓસ્ટ્રેલિયા ભણવા ગયેલા યુવકનું અવસાન થતાં ૧૧ દિવસ બાદ મૃતદેહ વતન પહોંચ્યો
સુરેન્દ્રનગરનાં કંસારા સમાજનો ૨૬વર્ષીય પુત્ર જીલ અભ્યાસ અર્થે ઓસ્ટ્રેલિયા ગયો હતો. જ્યાં મિત્રો સાથે બીચ પર ફરવા જતા દરમિયાન દરિયાના મોજા જીલને ભરખી ગયા હતાં. Surendranagar students drowns in australis chotila times news..
જોરાવરનગરમાં રહેતા જયેશભાઇ ખોખારાને વઢવાણ જીઆઈડીસીમાં બનાવવાનું કારખાનું છે. તેમનો પુત્ર જીલ ગણપત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. જ્યાં અભ્યાસ પૂર્ણ થયાં બાદ વધું અભ્યાસ અર્થે ઓસ્ટ્રેલિયા ગયો હતો.
દરકે વિકેન્ડ પર મિત્રો ફરવા જતા હતાં. ૧૭માર્ચનાં રવિવારનાં રોજ જીલ પોતાના ૫ મિત્રો સાથે વિક્ટોરિયા બીજ પર ફરવા ગયો હતો. જેમાં દરિયામાં ન્હાવા પડતાં જીલ,તેના ફઈનો છોકરો તથા અન્ય એક મિત્ર એમ કુલ ૩ વિધાર્થીઓ દરિયામાં ડૂબ્યા હતાં. જેમાં જીલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. તથા અન્ય બે યુવકો હાલ સારવાર હેઠળ છે. ૧૧ દિવસ બાદ જીલનો મૃતદેહ જોરાવરનગર પહોંચતા સમગ્ર કંસારા સમાજ હિબકે ચડ્યો હતો.
ઓસ્ટ્રેલિયન મહિલા દ્વારા ૨ યુવકને બચાવી લેવાયા.
બ્રાયના હસ્ટ કહે છે કે – ત્રણ યુવકોને દરિયામાં ડૂબતા જોયા એટલે હું બચાવવા ગઈ એક પછી એક કાંઠા સુધી લાવ્યાં. પરંતુ એક યુવક કિનારાથી ૨૦-૨૨મીટર દૂર હોવાથી બચાવી શક્યો નહીં. એમ્બયુલેન્સ આવી ત્યાં સુધી મે સી પી આર અને કૃતિમ શ્વાસ પણ આપ્યાં