- સીતાગઢ અને ઝેગડિયા ગામનાં યુવકોનાં મોત
- સાયલા તાલુકા નાં ડોળીયા ગામ પાસે ગંભીર અકસ્માત બે વ્યક્તિ નાં મોત
- અહેવાલ જેસીંગભાઇ સારોલા
હાલ નેશનલ હાઇવે પર દિવસે દિવસે અકસ્માત નાં બનાવો વધી રહ્યા છે. ત્યારે હાલ સાયલા ચોટીલા વચ્ચે ફરી એકવાર બલેનો કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ બંને યુવાનો ડોળીયા તરફથી આવી રહ્યા હતા.જ્યારે કાર અને બાઈક સાથે અથડાતાં બે વ્યક્તિ નાં કમકમાટીભર્યા મોત નિપજયા હતા. જેમાં મૃતક યુવાન કટોણા મુકેશભાઈ ભુપતભાઈ ઉંમર વર્ષ આશરે ૧૬, ગામ ગોસળ હાલ રહે સીતાગઢ,અને બીજો યુવાન અરજણ જવાભાઈ કૂમાખાણીયા ઉંમર વર્ષ આશરે ૧૫, ગામ ઝેગડીયા ,, બાઈક નં GJ 13 B.A 3341અને ગાડી નં GJ 3 J L 5 . હાલ સાયલા પોલીસને જાણ કરતાં ઘટના સ્થળે દોડી ગઈ હતી. (sayla accident news chotila times reports)
ત્યારબાદ બંને મૃતક યુવાનોને પી.એમ અર્થે મોકલી દેવામાં આવ્યા છે તેમજ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.હાલ બંને યુવાનો નાં મોત ના સમાચાર સાંભળતા જ પરિવાર જનોમાં શોક ની લાગણી ફેલાઇ ગઇ હતી.