- ચણા, ધાણા, ઘઉં તથા અન્ય જણસીની આવક શરૂ કરવામાં આવી હતી
- યાર્ડમાં વાહનોની ૮ કિલોમીટર લાંબી લાઈન
- અંદાજે ૧૨૦૦ થી વધુ વાહનોને માર્કેટયાર્ડમાં ક્રમવાર પ્રવેશ
આજ રોજ તારીખ ૦૧/૦૪/૨૦૨૪ ના રોજ રાજકોટ માર્કેટયાર્ડ ની માર્ચએન્ડીગ ની રજા પૂરી થતાં ની સાથે જ માર્કેટિંગ યાર્ડ મા વાહનો ની આવક સવારે થી ચાલુ થઇ ગઇ હતી જેમાં ચણા તથા ધાણા તથા ઘઉં તથા અન્ય જણસીઓ ના ભરેલા વાહનોની ૮ કિલોમીટર સુધીની લાઈન થઈ હતી. અંદાજે ૧૨૦૦ થી વધુ વાહનોને માર્કેટયાર્ડમાં ક્રમવાર પ્રવેશ આપી ચણા તથા ધાણા તથા ઘઉં તથા અન્ય જણસીઓ ની ઉતરાઈ કરાવવામાં આવી હતી. રાજકોટ માર્કેટયાર્ડના ચેરમેન જયેશ બોઘરાની આગેવાનીમાં સમગ્ર ડીરેક્ટરઓ તેમજ સ્ટાફ દ્વારા આ ઉતરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી. rajkot market yard today news by chotila times reports.
Rajkot APMC બજાર ભાવ – Market Yard bajar bhav Daily Price 01/04/2024