loksabha election 2024 ચોટીલામાં યોજાયેલા આરોગ્ય કેમ્પમાં મતદારોને અપાયો ‘મતદાન જાગૃતિ સંદેશ’
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે ૦૯ – સુરેન્દ્રનગર સંસદીય મત વિસ્તારમાં મહતમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કે.સી.સંપટનાં નેતૃત્વ હેઠળ મતદાનની નૈતિક ફરજ નિભાવવા જનજાગૃતિ અર્થે જુદા જુદા કાર્યક્રમો થઈ રહ્યા છે.
જેના ભાગરૂપે ૬૩-ચોટીલા વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ ચોટીલા તાલુકામાં મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી કલ્પેશ કુમાર શર્માના માર્ગદર્શન મુજબ ચોટીલા શહેરી વિસ્તારમાં યોજાયેલા આરોગ્ય કેમ્પમાં આરોગ્યલક્ષી સારવારની સાથે મતજાગૃતિનો સંદેશો લોકોને આપવામાં આવ્યો હતો. આગામી તા.૦૭ મે,૨૦૨૪ના રોજ ગુજરાતમાં મતદાન પ્રક્રિયા થવાની છે ત્યારે દરેક મતદાર પોતાના મતાધિકારનો સમજદારીપૂર્વક ઉપયોગ કરી મતદાન કરે અને અન્યને પણ કરાવે તે માટે સમજૂત કરવામાં આવ્યા હતા. તદુપરાંત ચૂંટણી પ્રક્રિયા, મતદાન મથક, ચૂંટણીલક્ષી સેવાઓ, મતદાર યાદી સંબધિત એપ્લિકેશન સહિતની માહિતીથી મતદારોને અવગત કરવાની સાથે પરિવાર સાથે “અવશ્ય મતદાન કરીશ” તેવી મતદાર પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.