kuvadava news : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.ત્યારે રાજકોટની ભાગોળે આવેલી કુવાડવા ગ્રામ પંચાયત સંચાલિત કુવાડવા ગામ મિડલ સ્કુલનું સરેરાશ 93.55 % પરિણામ આવતા વિદ્યાર્થી અને શિક્ષકગણમાં ખુશીની લહેર છવાઈ જવા પામી છે.
ઉલ્લેખનીય છે કે તોતિંગ ફી લેતી શાળાઓની સામે ગ્રાન્ટેડ શાળાનું પરિણામ એ લોકોની માનસિકતા પર ફટકા સમાન છે.ગત માર્ચમાં લેવાયેલી સામાન્ય પ્રવાહની પરીક્ષામાં કુવાડવા ગામની મિડલ શાળામાંથી ૬૨ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી જેમાંથી ૫૮ વિદ્યાર્થી ઉતીર્ણ થતાં વિદ્યાર્થી શાળા પરિવારને અભિનંદન પાઠવામાં આવી રહ્યા છે.
વધુમાં આ શાળામાં અભ્યાસ કરતી ચૌહાણ આદિત્યા એલ. (97.56 pr) પ્રથમ સ્થાને રહી છે .જ્યારે દ્વિતીય સ્થાને સોલંકી અનિતા એસ. (88.77 pr)અને તૃતીય સ્થાને સરવૈયા પરેશ આર. (86.90 પર) રહ્યા છે.ઉલ્લેખનીય છેકે પ્રથમ બે સ્થાને વિધાર્થિનીઓએ બાજી મારતા ત્રણ સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીને સર્વે તરફથી અભિનંદનની વર્ષા વરસી રહી છે.