chotila times kesar keri junagadh : કેરીની સિઝન પૂર્વે કાચા સંભારમાં ખાખડી કેરીનો મોટો ઉપયોગ થતો હોય છે. એમાંયસૌરાષ્ટ્રનાં વખણાતાં ગરમા ગરમ ગાંઠિયા સાથે પપૈયા, ગાજર અને ખાખડીનું કાચુ કચુંબર હોય એટલે ખાનારને જામો પડી જતો હોયછે. ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લો કેસર કેરી માટે અગત્યનો બેલ્ટ છે.
હાલ જૂનાગઢ યાર્ડમાં મહારાષ્ટ્રની રત્નાગીરી કેરીની થોડી આવક શરૂ થઇ છે. આપણી ગીર અને જૂનાગઢ પંથકમાં પાકતી કેસર કેરીની સારી આવકોમાં હવે ૧૫થી ૨૦ દિવસ લાગશે. દર વર્ષની જેમ કેરીનાં પાક માથે હવામાનનું ગ્રહણ તો છે જ, તો પણ કેરીની આવકો વધતાં બજારો સૌ ખરીદી શકે એવી ભાવ સપાટી રહેવાની ધારણા છે.
- સફેદ તલમાં મણે રૂ.૫૦ થી ૬૦ની તેજી
સૌરાષ્ટ્રમાં છેલ્લા આઠ દિવસથી વાદળછાંયા વાતાવરણ અને આગામી બે થી ત્રણ દિવસમાં માવઠાની આગાહીથી ઉનાળુ તલના ક્રોપને મોટું નુકશાન થશે અને ઉતારા ઘટશે તેવી શક્યતા વધતાં ગુરૂવારે સફેદ તલમાં મણે રૂા.૫૦ થી ૬૦ની તેજી જોવા મળી હતી.