CHOTILA TIMES

Latest Breaking News in Gujarati

સમાજમાં હોળી-ધુળેટીના ઉત્સવનું મહત્વ chotila times news | Holi Festival

chotila times breaking plateholi festivals in chotila gujarat
ડૉ.મનોજ ચૌહાણ
chotila ma chamunda temple

ભારત દેશ તહેવારોનો દેશ છે. પ્રત્યેક સમાજમાં તહેવારો અને ઉત્સવો પરંપરાગત ચાલ્યા આવે છે. અને પ્રત્યેક તહેવાર પાછળ કોઈ અર્થપૂર્ણ દ્રષ્ટિ હોય છે. પરંતુ સમજણપૂર્વક આચરણ કરવામાં આવે તો વ્યક્તિ અને સમાજ બંને વિકાસને પંથે લઈ જાય છે. સંસ્કૃતિ ખીલે અને સમાજ સુવાચિત બને છે. હોળી ધુળેટીનો તહેવાર પણ આ પ્રકારનો તહેવાર છે. હોળીની રાત્રે આસુરીવૃત્તિને હોળીમાં ભડભડતી ચિત્તામાં હોમી દીધા પછી માણસ હળવો ફૂલ થઈ પાશ્વી ચુંગાલમાંથી મુક્ત થયેલું જીવન જીવવા લાગે છે અને જીવનમાં ધૂળેટી ઉત્સવનો રંગો ભરી જીવન આગળ ધપાવવા અને આગળ કદમ માંડવા થનગની રહેલું માણસનું મન મસ્તીમાં ઝુમે છે અને આનંદના હિલોળે નહીં તો શું કરે ? હોળીના દિવસે આસમાની રંગો અને ધરતીની ધૂળનું આ ઉત્સવના મિલન થવાથી નાના-મોટાના ભેદભાવ ભુલી મહેલ અને ઝુંપડીના લોકો સંગઠિત થઈ ઉલ્લાસથી નાચવા લાગ્યા. આ જ હોલિકાનું મહત્વ છે.Chotila times is a trusted Gujarati News portle that drives to follow strict ethics to spread awareness and provide true and proven News to the people. Always aim to reach maximum audience and help them with the proven news from proven resources thank you….


જીવનમાં અબીલ ગુલાલનો છટકાવ કરી વાતાવરણમાં એકરૂપ બને છે. પોતાના જીવનમાં કામ, ક્રોધ, લોભ, અભિમાન અહંકાર ઉપર ગુલાબી રંગછાંટી તેને રંગી નાખે છે. ખરેખર વસંતે ખીલવેલા કેસુડાના રંગથી જીવનને રંગીન કેસરિયું બનાવવું અને માનવી મનને હળવું ફૂલ કરવું એ ખરા અર્થમાં ધૂળેટીનું મહત્વ રહેલું છે.


પૌરાણિક વાર્તામાં હિરણ્યકશિપુએ પોતાના દીકરાને કંઈક પ્રકારની સજા કરી અને અંતે પોતાની બહેન હોલિકાને વરદાન હોવાથી તેને ખોળામાં બેસાડી તેને અગ્નિમાં બાળી નાખવા છેલ્લી સજા કરે છે, પરંતુ લોકોના હૃદયમાં સ્થાન પામેલા પ્રહલાદ માટે સર્વ લોકોએ ઘરે અગ્નિ પ્રગટાવી પ્રહલાદને બચાવવા અગ્નિને પ્રાર્થના કરી, જેનાથી હોલિકા બળી જાય છે અને પ્રહલાદ બચી જાય છે તેથી લોકો આનંદમાં આવી જાય છે અને એકબીજા પર રંગોનો છંટકાવ કરે છે, તો કોઈ ધૂળ ઉડાડે છે, બીજા પર ફેંકે છે, આ આનંદ એ જ ધુળેટીનો દિવસ છે.


અસતવૃત્તિ પર સતવૃત્તિનો વિજય થાય છે. પ્રત્યેક માણસના જીવનમાં આસુરી વૃત્તિની રાક્ષસી અને પાશ્વી વૃત્તિનો સાથ આપનારી હોલિકા આજે પણ જીવતી છે, પરંતુ સદવિચાર અને સદભાવના જેવી વૃત્તિ માણસના જીવનમાં હશે તો માણસ સો ટકા આ ઉત્સવ સારી રીતે ખેલી શકે છે અને માણી શકે છે. અસતવૃતિને તે નાથી શકશે, જેનાથી માણસના જીવનમાં ઉમંગ ઉલ્લાસ અને ભાવથી નાચી ઊઠે અને આનંદના હિંડોળે ચડી ગુલાબી જીવન બનાવી જીવનનો ગુલાલ ઉડાડે, તે ખરા અર્થમાં ધૂળેટીનું હાર્દ છે.


પ્રલાદે સમાજમાં રહેલા નાના-મોટા સૌમાં પ્રાણપુરી સમર્થ બનાવ્યા. તેમના જીવનમાં ઉત્સાહ, ચેતન્ય અને સ્ફૂર્તિનો ધોધ વહેતો કર્યો. લોકોએ હોળીમાં કેવળ નકામી કે કચરો નહીં પણ આપણા જીવનમાં રહીને આપણને પજવતા ખોટા વિચારો તેમજ મનનો મેલ કચરાને પણ આજના દિવસે બાળવા જોઈએ.
ટૂંકમાં હોળીનો ઉત્સવ જીવનને નવરંગી બનાવી આ વસંત ઉત્સવમાં માણસને સંયમની દીક્ષા આપી સંઘનીષ્ઠાનો મહિમા સમજાવે છે અને માનવ માનવ વચ્ચેનો સંબંધ સ્થાપિત કરે છે. તેમજ સમાજમાંથી અસદવૃત્તિને બાળવાનો સંદેશ આ તહેવાર સમજાવે છે. જેનાથી આપણું રાષ્ટ્ર સુખી અને સમૃદ્ધ બનશે. ખરા અર્થમાં માણસ પોતાના સારો વિચાર લોકો સુધી પહોંચાડશે, તો જ ખરા અર્થમાં આ હોળીનો ઉત્સવ મનાવ્યો ગણાશે. (ડૉ.મનોજ ચૌહાણ )

krushi vigyan kendra juanagadh krushi vigyan kendra nana kandhassar

krushi vigyan kendra chotila

junagadh krushi vigyan kendra , nana kandhasar chotila કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, નાના…

Read More
thangadh news, chotila times reports, thannews

thangadh news chotila times reports

thangadh news : થાનગઢના સારસાણા ગામ ની સીમમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી‌….

Read More
thangadh surendranagar news, thangadh koli samaj news, surendranagar koli samaj news , than newspapers, thangadh news

thangadh news chotila times reports

thangadh news: વરિયા પ્રજાપતિ સમાજ ની વાડી ખાતે જય વેલનાથ યુવા એજ્યુકેશન ટ્રસ્ટ થાનગઢ દ્વારા…

Read More
chotila dairy farm phonebook CHOTILA TIMES NEWS , chotila news , chotila chamunda mataji temple news , jay ma chamunda ridham electronics chotila phonebook list, CHOTILA NEWS , chotila times news chotila news

Phonebook chotila

Note : This Phonebook is created for information purpose only. Chotila Times Media does not…

Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

covishield side effects latest news India’s squad for ICC Men’s T20 Cricket World 2024
India’s squad for ICC Men’s T20 Cricket World 2024
Verified by MonsterInsights