Surendranagar news : આજથી 850 વર્ષ પહેલાં હોળીના દિવસે એક વડનું દાતણ રોપવામાં આવ્યું હતુ…
સૌરાષ્ટ્રની પાવનધરા સૌર્ય, બલીદાન, સાધુતા, વિરતા, ત્યાગ, સમર્પણ અને અન્ન નો જ્યાં અખંડ મહિમા છે એવી ધિંગી ધરા ઝાલાવાડ્ની રમણીય ભુમી માં આવેલું સમસ્ત ભારતવર્ષનારબારી, માલધારી સમાજનું દુધરેજ્ધામ શ્રધ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે.
chotila times news : ગઈકાલે સમસ્ત રબારી સમાજના આસ્થાના કેન્દ્ર વડવાળા દેવનો ૮૫૦મોં પ્રાગટ્ય દિવસ હતો. જેથી સુરેન્દ્રનગર જિલ્લાનાં દુધરેજ ધામ ખાતે લાખોની સંખ્યામાં શ્રદ્ધાંળુઓ દર્શન માટે ઉમટી પડ્યાં હતાં. આજથી 850 વર્ષ પહેલાં હોળીના દિવસે એક વડનું દાતણ રોપવામાં આવ્યું હતુ, અને તેને દૂધ પીવડાવી ઉછેરવામાં આવ્યું એટલે દૂધરેજ ધામ નામ પડ્યું હોવાની લોકવાયકા છે. જેમાં ભારતભરમાંથી રબારી સમાજના લોકો આજે દૂધરેજ ખાતે આસ્થાભેર વિશાળ સંખ્યામાં એકત્રિત થયા હતા.
જે અંતર્ગત આજે ભવ્ય મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. અને સાંજે ભવ્ય ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ કાર્યક્રમ અંતર્ગત અંદાજીત એક લાખથી વધુ ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન પણ દુધરેજ વડવાળા મંદિર દ્વારા કરવામાં આવ્યું છે. ( surendranagar news by chotila times )