લોકસભા સામાન્ય ચૂંટણી – 2024 CR Patil on Surendranagar visit on Thursday
સુરેન્દ્રનગર ખાતે ડેમેજ કંટ્રોલ કરવા પાટીલ મેદાનમાં
શિહોરાની ટીકીટની જાહેરાત થઇ ત્યારે તેઓ વાડીયે પાણી વાળતા હતાં
તળપદા કોળી સમાજના આગેવાનોમાં રોષ
ભાજપે પોતાની ત્રીજી યાદી જાહેર કરતા સુરેન્દ્રનગર લોકસભા બેઠકની ટીકીટ મોરબી જિલ્લા પંચાયતનાં પ્રમુખ રહી ચૂકેલા ચંદુ શિહોરને આપવામાં આવી હતી. ત્યારબાદ ઠાકોર સમાજને ટીકીટ મળતા તળપદા કોળી સમાજના આગેવાનોમાં રોષની લાગણી જોવા મળી હતી.
ત્યારે ગઈ કાલે સુરેન્દ્રનગર ખાતે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે મંગળ ભુવન ખાતે પેજ પ્રમુખની બેઠક સંબોધતા કહ્યું કે શિહોરા લોકો માટે નવો ચહેરો હશે પરંતુ કાર્યકરો તેમને સારી રીતે ઓળખે છે અને તેઓએ મોરબી જિલ્લા પંચાયતમાં અને પક્ષ માટે ખુબ સરસ કામગીરી કરી છે.
સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પર ડો.મહેન્દ્ર મુંજપરાની ટિકિટ કાપીને મોરબીનાં ચંદુ શિહોરાને ટીકીટ આપતા આ બેઠક પર ઘણી ચર્ચાઓએ વેગ પકડ્યો હતો. અને બીજી બાજુ તળપદા કોળી સમાજના આગેવાનોનું કહેવું હતું કે ચુવાડીયા કોળી કરતા તળપદા કોળીનું મતદાન વધારે હોવા છતાં ચંદુ શિહોરને ટીકીટ આપવામાં આવી જો સુરેન્દ્રનગર બેઠક પર ઉમેદવાર બદલવામાં નહિ આવે તો તળપદા કોળીનાં બધા કાર્યકરો ભાજપમાંથી રાજીનામાં આપશે.
આવી ઘણી બધી ચર્ચાઓએ સુરેન્દ્રનગરમાં વેગ પકડ્યો હતો. પરંતુ પાટીલે તેમના ભાષણમાં આવા કોઈ પણ પ્રકારની ચર્ચાઓનો ઉલ્લેખ ન કર્યો અને ચૂપ રહીને વિરોધીઓને જવાબ આપ્યો.
ગત વિધાનસભાની ચૂંટણીમાં જ્યાં ભાજપને ઓછી લીડ મળી હતી. તેવા ૪૫૫ બુથ પર વધારે મહેનત કરવાની પાટીલ હાકલ કરી હતી.
જ્યારે ટીટીકની જાહેરાત થઇ ત્યારે હું વાડીયે પાણી વાળતો : ચંદુ શિહોરા
મે લોકસભાની ચૂંટણી માટે કોઈ પણ પાસે ભલામણ કરી નથી. જ્યારે ટીકીટની જાહેરાત થઈ ત્યારે હું વાડીયે પાણી વાળતો હતો. મારા પોત્રો દોડીને આવ્યાં અને તેઓએ જણાવ્યું કે તમને સાંસદની ચૂંટણીમાં ટીકીટ મળી છે. ત્યારબાદ સુરેન્દ્રનગર ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહનો મને ફોન આવ્યો કે તમે તાત્કાલિક સુરેન્દ્રનગર આવો જેથી હું સ્નાન કરીને સુરેન્દ્રનગર પહોંચ્યો અને બધા લોકોને મળ્યો.