- તારીખ ૧૪-૦૪-૨૦૨૪નાં રોજ ચોટીલામાં ૬ કિલોમીટરની ચોટીલા ડુંગર પરિક્રમાં યોજાશે
- સતત ત્રીજી વખત ચોટીલા ડુંગર પરિક્રમાં યોજાશે , ગુજરાત ભરના લોકોને પધારવા આમંત્રણ
- ધર્મ જાગરણ સમન્વય તથા ચોટીલા ડુંગર પરિક્રમાં સમિતિ દ્વારા આયોજન
- આ વર્ષની થીમ પ્લાસ્ટિક અને પ્રદુષણ આધારિત
- ગત વર્ષે ૨૦૦૦૦થી વધું લોકો જોડાયા હતાં, આ વર્ષે ૫૦૦૦૦થી વધુ લોકો જોડાયા તેવી શક્યતા
ચોટીલામાં ધર્મ જાગરણ સમન્વય તથા ચોટીલા ડુંગરી પરિક્રમાં સમિતિ દ્વારા છેલ્લા ૨ વર્ષથી ચોટીલા ડુંગર પરિક્રમાંનું આયોજન કરાય છે, ૨૦૨૪માં સતત ત્રીજી વખત આ પરિક્રમાંનું આયોજન કરવામાં આવ્યું છે. ગત વર્ષે આ પરિક્રમામાં ૨૦૦૦૦થી વધું લોકો જોડાયા હતાં, આ વર્ષે ૫૦૦૦૦થી વધું લોકો જોડય શકે તેવી સંભાવના છે. આ પરિક્રમાંથી પ્રકૃતિને કોઈ નુકસાન ન થાય તે માટે આ વર્ષે પ્લાસ્ટિક અને પ્રદુષણ મુક્તથીમ પર આયોજન કરવામાં આવશે. ( chotila times report )
ચોટીલા ડુંગર પરિક્રમાંનું તા. ૧૪-૦૪-૨૦૨૪નાં રોજ આયોજન કરવામાં આવશે . ૧૪ તારીખે સવારના ૮:૦૦ કલાકે ડુંગરની તળેટીમાં આવેલા નવગ્રહ મંદિરમાં સાધુ સંતો દ્વારા ધર્મ સભાનું આયોજન કરવામાં આવશે ત્યારબાદ ધ્વજ અર્પણ કરીને પરિક્રમાં શરૂ થશે. ખાસ કરીને પ્રકૃતિને કોઈ નુકસાન ન થાય તે માટે પ્લાસ્ટિક મુક્ત અને પ્રદુષણ મુક્ત થીમ પર આ પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ૬ કિમિની પરિક્રમાં એક દિવસ દરમિયાન યોજાશે જેમાં જોડાનાર લોકો માટે પાણી છાસ લીંબુ સરબત તથા પરિક્રમાં બાદ ભોજનસેવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત ભરના લોકોને પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે
ધર્મ જાગરણ સમન્વય અને ચોટીલા ડુંગર પરિક્રમાં સમિતિ દ્વારા સૌ લોકોને સ્વૈચ્છીક પરિક્રમામાં જોડાવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.