લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ Chotila times
૬૩ – ચોટીલા વિધાનસભા મતદાર વિભાગમાં “હું મતદાન કરીશ” પ્રતિજ્ઞા સાથેના બોર્ડ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.૬૩ – ચોટીલા વિધાનસભા મતદાર વિભાગમાં … chotila times news reports….
“હું મતદાન કરીશ”
સુરેન્દ્રનગર જિલ્લાનાં દસાડા, લીંબડી, વઢવાણ તેમજ ચોટીલા વિધાનસભા મતદાર વિભાગમાં મતદાન જાગૃતિ અર્થે યોજાઈ મતદાન પ્રતિજ્ઞા સહી ઝુંબેશ…
દેશભરમાં લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪નું મહાપર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે “સ્વીપ” અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આગામી સમયમાં યોજાનાર ચૂંટણીમાં લોકો મોટી સંખ્યામાં મતદાન કરે તે માટે સુરેન્દ્રનગરમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર કે. સી. સંપટના હસ્તે મતદાન જાગૃતિ અર્થે “મતદાન પ્રતિજ્ઞા સહી” ઝુંબેશની શરૂઆત કરવામાં આવી હતી.
આ ઝુંબેશના ભાગરૂપે ૦૯- સુરેન્દ્રનગર સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્ટ ૬૦-દસાડા વિધાનસભા, ૬૧-લીંબડી વિધાનસભા, ૬૨-વઢવાણ વિધાનસભા, ૬૩ – ચોટીલા વિધાનસભા મતદાર વિભાગમાં તાલુકા સેવા સદન ખાતે પ્રાંત અધિકારીશ્રીઓ તેમજ તાલુકા ચૂંટણી તંત્રના સ્ટાફ દ્વારા નાગરિકોને જાગૃત કરવા માટે “હું મતદાન કરીશ” પ્રતિજ્ઞા સાથેના બોર્ડ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ ઝુંબેશના માધ્યમથી મતદારો કોઈપણ જ્ઞાતિ, જાતિ ધર્મના ભેદભાવ વગર મતદાન કરે તેવો સંદેશો આપવામાં આવ્યો હતો. મતદારોને જાગૃત કરવા માટે સહી ઝુંબેશની સાથે સાથે સેલ્ફી પોઈન્ટ પણ મુકવામાં આવ્યા છે.
આ તકે દસાડા પ્રાંત અધિકારી ,લીંબડી પ્રાંત અધિકારી ,વઢવાણ પ્રાંત અધિકારી, ચોટીલા પ્રાંત અધિકારી, મામલતદારઓ, નાયબ મામલતદારઓ સહીત પ્રાંત કચેરીઓના જુદા જુદા વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ સહિતના સ્ટાફ દ્વારા મતદાન પ્રતિજ્ઞા બોર્ડ ઉપર સહી કરવામાં આવી હતી.