chotila : ખેતરમાં હોળી પ્રગટાવવાની નાં પાડતા દંપતી પર ધોકા વડે હુમલો કરવામાં આવ્યો, બારણું અને બાઈક પણ ભાગી નાખવામાં આવ્યાં.
પ્રાપ્ત વિગતો મુજબ, ચોટીલા ના પજવાળી ગામે રહેતા વાલજીભાઈ જેરામભાઈ સુરેલા અને તેના પત્ની ભાનુબેન ઘરે હતા ત્યારે છ શખ્શોએ આવી ધોકા વડે મારમારતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વાલજી ભાઈ અને તેની પત્નીને અનિલ અણદાભાઈ સૂતેલા ,અલ્પેશ ભારત સુરેલા,ગોપાલ હેમુલાલ સુરેલા ,સુનિલ, કાનો અને અન્ય શખ્સોએ હુમલો કરી માર માર્યો છે.ગત રાત્રિએ પોતાના ભાયું કુટુંબના ખેતરમાં અનિલ સહિત ના વ્યક્તિ હોળી પ્રગટાવવા હતા ત્યારે વાલજી ભાઈએ અન્ય જગ્યાએ પ્રગટાવવાનું કહ્યું હતું.જેથી એ બાબતનો ખાર રાખી ગત રાત્રિએ છ શખ્સો ઘરે ધસી આવ્યા હતા અને ધોકા વડે દંપતી પર હુમલો કર્યો હતો.દંપતી જીવ બચાવવા ઘરમાં ઘૂસી ગયા હતા ત્યારે આ શખ્સોએ ગાડી તથા બારણું તોડી નાખ્યું હતું.વધુ દેકારો થતાં આડોશ પાડોશના લોકો ભેગા થઈ જતાં આ છ શખ્સો ત્યાંથી ભાગી છૂટયા હતા.આ મારામારીમાં વાલજીભાઈ સુરેલા અને ભાનુબેન ઘાયલ થતાં સારવારમાં અર્થે દાખલ કરાયા છે. chotila times news