ચોટીલા તાલુકામાં પ્રાંત અધિકારી ચોટીલા કલ્પેશ શર્મા દ્વારા “મતદાર જાગૃતિ થીમ હેઠળ ચોટીલા સ્ટ્રીટ રંગોળી સ્પર્ધા 2024 નું આયોજન….chotilatimes
આજ રોજ 63 ચોટીલા વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ ચોટીલા તાલુકામાં પ્રાંત અધિકારી ચોટીલા કલ્પેશ શર્મા (આઈએએસ) દ્વારા “મતદાર જાગૃતિ થીમ હેઠળ ચોટીલા સ્ટ્રીટ રંગોળી સ્પર્ધા 2024 નું આયોજન કરવામાં આવેલ. જેમાં ચોટીલા તાલુકાના 18 થી વધુ સ્પર્ધકો દ્વારા ભાગ લઈ મતદાર જાગૃતિ તથા આગામી સામાન્ય લોકસભા ચૂંટણી -૨૦૨૪ ને લગત રંગોળીઓ બનાવી મતદારોને જાગૃત કરવામાં આવેલ. આજની ચોટીલા સ્ટ્રીટ રંગોળી સ્પર્ધા સફળ અને સર્જનાત્મક રહી. નાની ૭-૮ વર્ષની વયના ભૂલકાઓથી લઇને ૫૦ વર્ષ સુધીના વ્યસ્ક માણસો દ્વારા આ પ્રતિયોગિતામાં વધી ચઢીને ભાગ લેવામાં આવેલ.chotilatimes
પ્રાંત અધિકારી દ્વારા ભાગ લેનાર મોટી વય જૂથના સ્પર્ધાકોને પ્રથમ દ્વિતીય તૃતીય ક્રમ મેળવનારને અનુક્રમે રૂ. 5,000/3000/2000 તથા નાની વય જૂથમાં પ્રથમ દ્વિતીય તૃતીય ક્રમ મેળવનારને અનુક્રમે રૂ. 1500/1000/700 તથા અન્ય તમામ ભાગ લેનાર સ્પર્ધકો ને રૂ. 500/- રૂપિયા તથા પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ.
આ સ્પર્ધાના સફળ આયોજનમાં મામલતદાર કચેરી ચોટીલાની ટીમ, નગરપાલિકા ચોટીલાની ટીમ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની ટીમ અને પોલીસની ટીમનું અગત્યનું યોગદાન રહ્યો હતો. આ સ્પર્ધાની રૂપરેખા નરોત્તમભાઈ મેમાકિયા (ના. મામ, મતદાર યાદી, મામલતદાર કચેરી ચોટીલા) દ્વારા રાખવામાં આવી હતી. આ સ્પર્ધામાં ભાગ લેનાર ચોટીલાના રહીશો અને વેપાર મંડળ જ્યાં આ સ્પર્ધા યોજવામાં આવી, એમનો પણ આભાર કરવામાં આવ્યો હતો. (chotila times news)