Ujjwal Nikam : આતંકવાદી કસાબને ફાંસી અપાવનાર વકીલ ઉજ્જવલ નિકમને ભાજપે આપી ટિકિટ
Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણીને લઈને ભાજપે આજે પોતાના ઉમેદવારની 15મી યાદી જાહેર કરી દીધી છે. ભાજપે પૂનમ મહાજનની ટિકિટ કાપી નાખી છે. જ્યારે આતંકવાદી કસાબને ફાંસી અપાવનારા વકીલ ઉજ્જવલ નિકમને મુંબઈ ઉત્તર મધ્યથી ચૂંટણી મેદાનમાં ઉતારાયા છે. જણાવી દઈએ કે, ઉજ્જવલ નિકમ દેશના સૌથી જાણીતા સરકારી વકીલોમાંના એક છે, તેઓ આતંકવાદી અજમલ કસાબને ફાંસી અપાવવાથી લઈને, 1993ના બોમ્બ બ્લાસ્ટ, ગુલશન કુમાર હત્યાકાંડ અને પ્રમોદ મહાજન હત્યાકાંડ જેવા હાઈ પ્રોફાઈલ કેસ સરકારી પક્ષથી લડી ચૂક્યા છે. ઉજ્જવલ દેવરાવની એક ઝળહળતી કાનૂની કારકિર્દી છે અને તેમણે અસંખ્ય હાઈ-પ્રોફાઇલ કેસોમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે સેવા આપી છે, જેમાં ખાસ કરીને 26/11ના મુંબઈ આતંકી હુમલાનો પણ સમાવેશ થાય છે.