- લોકસભા સામાન્ય ચૂંટણી-2024
- ૦૯-સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારની ચૂંટણીમાં પોસ્ટલ બેલેટ દ્વારા ઘરે બેઠા મતદાન કરતાં ૯૪ વર્ષીય હસુમતીબેન રાવલ
- ૯૪ વર્ષની ઉંમરે અત્યારસુધીની તમામ ચૂંટણીમાં મતદાન કરીને અન્ય મતદારો માટે બન્યા પ્રેરણારૂપ
Surendranagar : લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં તમામ વર્ગના મતદારો સહભાગી બનીને પોતાનો કિંમતી મત આપે એ માટે ચૂંટણી પંચ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. યુવાનો, સ્ત્રીઓ, દિવ્યાંગો, વયોવૃદ્ધ સહિતના તમામ મતદારો લોકશાહીના આ અવસરમાં સહભાગી થઈને પોતાની નૈતિક ફરજ નિભાવવા માટે તૈયાર છે. શારીરિક રીતે સશક્ત મતદાર તો મતદાન કરશે જ પરંતુ સાથે સાથે જે શારીરિક રીતે અશક્ત છે તેઓ પણ મતદાન કરી શકે તે માટે ચૂંટણી પંચ કટીબદ્ધ છે. ચૂંટણીપંચ દ્વારા આવા મતદાતાઓ માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આવા મતદારો ઘેર બેઠા પોતાનો કિંમતી મત આપી શકે તે માટે આજે ૦૯-સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારમાં ઘેર બેઠા મત આપવાની પ્રક્રિયાનો શુભારંભ થયો છે. આ પ્રક્રિયામાં આજે વઢવાણના વાઘેશ્વરી ચોક વિસ્તારમાં રહેતા ૮૬ વર્ષીય હસુમતીબેન રાવલ પોતાનો કિંમતી મત આપીને સહભાગી બન્યા હતા.
મોટી ઉંમરના લોકો ચાલી ન શકવાના કારણે પોતાનો મત આપી શકતા નથી. જેથી પોતાનો કિંમતી મતને નિરર્થક બનાવે છે આવો તર્ક રજૂ કરતા 86 વર્ષીય હસુમતીબેન રાવલે જણાવ્યું હતું કે, મોટી ઉંમરના લોકો માટે ઘરે બેઠા મત આપવો એ ખૂબ જ સારી વાત છે. ઘરે બેઠા મત આપવાની આ સુવિધા ના કારણે જ આજે પોતાનો મત આપી શક્યા છે. આ ખૂબ જ સારી વ્યવસ્થા છે. વધુમાં તેમણે દરેક લોકોને પણ પોતાનો કિંમતી મત આપવા જણાવ્યું હતું.
આ પ્રસંગે હસુમતીબેનના પુત્ર પિયુષભાઈ રાવલે જણાવ્યું હતું કે, અમે અગાઉ ઘરે બેઠા મત આપવા માટેનું ફોર્મ ભર્યું હતું. જેથી આજરોજ ચૂંટણી ટીમ ઘરે મત લેવા માટે આવી છે. મોટી ઉંમરના લોકો માટે ચૂંટણી પંચનું આ ખૂબ જ સરાહનીય પગલું છે. સો ટકા મતદાન થાય તે માટે આવા પ્રયાસો ખૂબ જ જરૂરી બની રહે છે. ભવિષ્યમાં પણ ચૂંટણી પંચ દ્વારા આવા જ ખૂબ જ સારા કાર્યો થતા રહે એવી શુભેચ્છા પણ પાઠવી હતી.
ઝોનલ ઓફિસરશ્રી ડૉ. પરાશર વ્યાસે જણાવ્યું હતું કે, આજે વઢવાણ ખાતે ચૂંટણી તંત્ર દ્વારા વૃદ્ધ અને અશક્ત લોકો માટે ઘરે જઈને મતદાન કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયામાં મતદાનની સંપૂર્ણ ગુપ્તતા જાળવી ચૂંટણી પંચના નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવે છે.
krushi vigyan kendra chotila
junagadh krushi vigyan kendra , nana kandhasar chotila કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, નાના…
સુરેન્દ્રનગર જિલ્લામાં તા.૨૦ જૂને યોજાશે ભરતી મેળો
surendranagar news : જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર દ્વારા તા.૨૦/૦૬/૨૦૨૪ના રોજ સવારના ૧૦-૩૦ કલાકે જિલ્લા રોજગાર…
thangadh news chotila times reports
thangadh news : થાનગઢના સારસાણા ગામ ની સીમમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી….
thangadh news chotila times reports
thangadh news: વરિયા પ્રજાપતિ સમાજ ની વાડી ખાતે જય વેલનાથ યુવા એજ્યુકેશન ટ્રસ્ટ થાનગઢ દ્વારા…
phonebook chotila times
Note : This Phonebook is created for information purpose only. Chotila Times Media does not…
Phonebook chotila
Note : This Phonebook is created for information purpose only. Chotila Times Media does not…