CHOTILA TIMES

Latest Breaking News in Gujarati

સ્પોર્ટસ કોમ્પલેક્ષ લીંબડી ખાતે જિલ્લા કક્ષા બેટરી ટેસ્ટનું આયોજન | sports news surendranagar

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્પોર્ટસ કોમ્પલેક્ષ લીંબડી ખાતે તા.૩૦/૦૩/૨૦૨૪ થી તા.૦૨/૦૪/૨૦૨૪ સુધી જિલ્લા કક્ષા બેટરી ટેસ્ટનું આયોજન…surendranagar sports report chotila times

વધુ વિગત માટે જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની કચેરીના ટેલીફોન નંબર ૯૭૨૩૨૯૨૨૭૧ પર સંપર્ક કરી શકાશે…

Sports complex limbdi

જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર લીંબડીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કૂલ યોજના અંતર્ગત ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન દ્વારા પ્રતિભાશાળી (યંગ ટેલેન્ટ) ખેલાડીઓની પસંદગી પ્રક્રિયાના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં સ્પોર્ટસ કોમ્પલેક્ષ લીંબડી ખાતે તા.૩૦/૦૩/૨૦૨૪ થી તા.૦૨/૦૪/૨૦૨૪ સુધી જિલ્લા કક્ષા બેટરી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

તા.૩૦/૦૩/૨૦૨૪ના રોજ લીંબડી, ચુડા અને મુળી, તા.૩૧/૦૩/૨૦૨૪ના રોજ ચોટીલા, થાનગઢ અને સાયલા, તા.૦૧/૦૪/૨૦૨૪ના રોજ વઢવાણ અને લખતર, તા.૦૨/૦૪/૨૦૨૪ના રોજ ધ્રાંગધ્રા અને પાટડી ખાતે ટેસ્ટ લેવામાં આવશે. આ ટેસ્ટમાં ખેલ મહાકુંભ-૨.૦ અંતર્ગત તાલુકા કક્ષા સ્પર્ધામાં પસંદગી પામેલા ખેલાડીઓ અને ઓનલાઈન રજીસ્ટ્રેશન થયેલા ખેલાડીઓ તેમજ એસ.એ.જી સ્પોર્ટસ સ્ટાફ દ્વારા જે તે શાળાઓની મુલાકાત કરીને પસંદગી પામેલા પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવેલા વિદ્યાર્થીઓ જ બેટરી ટેસ્ટમાં ભાગ લઈ શકશે. જેની તમામ શાળાઓ અને વિદ્યાર્થીઓને ખાસ નોંધ લેવાની રહેશે. વધુ વિગત માટે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરીના ટેલીફોન નંબર ૯૭૨૩૨૯૨૨૭૧ પર સંપર્ક કરી શકાશે.

chotila ma chamunda temple

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

covishield side effects latest news India’s squad for ICC Men’s T20 Cricket World 2024
India’s squad for ICC Men’s T20 Cricket World 2024
Verified by MonsterInsights