આ અકસ્માતમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવર સહીત 3 લોકોના મોત નીપજ્યાં હતાં...chotila times news
પ્રાપ્ત વિગતો મુજબ ગઈ રાત્રે દસ વાગ્યાંની આજુબાજુ ચોટીલા તાલુકાના રાજપરા ગામના કાજલબેન મકવાણા તેમના સંતાનો સાથે ચોટીલાની રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ગયા હતાં તેમને રાજકોટ થી પોતાના બહેન અને બનેવીને પણ બોલાવ્યાં હતાં.
ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન દર્દીની હાલત કફોડી બનતા તેમને ડોક્ટર દ્વારા રાજકોટ હોસ્પિટલ ખાતે લઈ જવા જણાવવામાં આવ્યું હતું. જેથી તેમને ખાનગી એમ્બ્લ્યુલન્સ મારફત રાજકોટ લઈ જવામાં આવી રહ્યાં હતાં. જેમાં દર્દી કાજલબેન મકવાણા અને તેમની દીકરી પાયલ મકવાણા,તેમના બેન અને બનેવી તથા તેમના પુત્ર રાજકોટ જવા નીકળ્યાં હતાં.
આ દરમિયાન ચોટીલાથી રાજકોટ તરફ આપાગીગાના ઓટલા નજીક એમ્બ્લ્યુલન ટ્રક સાથે અથડાતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેથી રાહદારીઓએ ૧૦૮ને જાણ કરતા બધા દર્દીઓને ચોટીલાની રેફરલ હોસ્પિટલ ખાતે ખાસેડવામાં આવ્યાં હતાં જ્યાં ફરજ પરના ડોક્ટર દ્વારા ગીતાબેન જયેશભાઇ મિયાત્રાને મૃત જાહેર કરવામાં આવ્યાં હતાં. તેમજ પાયલ હરેશભાઈ મકવાણા અને એમ્બ્યુલન્સના ડ્રાઈવર વિજય જીવાભાઈ બાવળિયાને ૧૦૮ મારફત રાજકોટ રિફર કરાયા હતા. જે બંને રાજકોટ પહોંચતા પહેલાં મૃત્યુ પામ્યા હતા. આ બનાવમાં ટોટલ ૩ લોકોના કરુણ મોત નીપજયાં હતાં.