મધ્યાન ભોજન યોજનામાં વધુ વિદ્યાર્થીની સંખ્યા બતાવતા કુહાડી અને પાઈપ વડે ઢોર માર મારવામાં આવ્યો.
મહિલા સરપંચ, પતિ અને પુત્રનો હુમલો…
ચોટીલા તાલુકાના કંથારીયા-૨ ગામે પ્રાથમિક શાળાના આચાર્યે મધ્યાન ભોજન યોજનાના વિદ્યાર્થીઓની સચોટ સંખ્યા બતાવવા અંગે મધ્યાન ભોજનનાં સંચાલક અને તેની સરપંચ માતા અને પિતા સહીત ત્રણ શખ્સોએ મારામાર્યાની ફરિયાદ નોંધાવી.
ચોટીલા તાલુકાના કંથારીયા-૨ ગામે પ્રાથમિક શાળાના આચાર્યે મધ્યાન ભોજન યોજનાના વિદ્યાર્થીઓની સચોટ સંખ્યા બતાવવાનું કહેતા મધ્યાન ભોજનનાં સંચાલક અને તેની સરપંચ માતા અને પિતા સહીત ત્રણ શખ્સોએ મારામાર્યાની ફરિયાદ નોંધાઈ…
પ્રાપ્ત વિગતો મુજબ ચોટીલા તાલુકાના જીવાપર ગામે રહેતા અને કંથારીયા ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા ગોરધનભાઈ દાનાભાઈ સોરાણી નામના વ્યક્તિને સરપંચ હંસાબેન ધોરીયા તેના પતિ ભુપત ધોરીયા અને પુત્ર દેવરાજ ધોરીયા નામના શખ્સોએ કુહાડી અને ધોકા વડે મારમારતા સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યાં છે.
પ્રાથમિક તપાસમાં ગોરધનભાઈ સોરાણી કંથારીયા ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય આથી મધ્યાન ભોજનની જવાબદારી તેની આવતી હોય આથી મધ્યાન ભોજનના સંચાલક મહિલા સરપંચના પુત્ર દેવરાજ સંભાળતા હતાં જેમાં મધ્યાન ભોજનના સંચાલક ૧૫-૨૦ બાળકોની રસોઈ બનાવતા હોય અને ૪૦થી વધું વિદ્યાર્થીની સંખ્યામ બતાવતા વારંવાર ધમકાવતા હોય જેથી બંને વચ્ચે અવાર નવાર માથાકૂટ થતી હોય જે મામલે ગતકાલે ફરી ઝઘડો થતા ઉશ્કેરાયેલા મહિલા સરપંચ અને તેનો પુત્ર અને પતિ દ્વારા કુહાડી અને ધોકાવડે મારમાર્યો છે. આ મામલે પોલીસને જાણ થતાં હોસ્પિટલએ દોડી આવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ( chotila times news )