CHOTILA TIMES

Latest Breaking News in Gujarati

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ | loksabha election gujarat 2024

  • લોકસભા ચૂંટણીને અનુલક્ષી સુરેન્દ્રનગર જિલ્લામાં પરવાનાવાળા હથિયારો જમા કરાવી દેવાનાં રહેશે.loksabha election gujarat 2024

લોકસભા ચૂંટણીને અનુલક્ષી સુરેન્દ્રનગર જિલ્લામાં પરવાનાવાળા હથિયારો જમા કરાવી દેવાનાં રહેશે.loksabha election gujarat 2024

હથિયારો જમા કરાવવામાંથી મુક્તિ મળવાપાત્ર પરવાનેદારોએ સ્ક્રિનીંગ કમિટી સમક્ષ તા.૩૧/૦૩/૨૦૨૪ સુધીમાં અરજી કરવાની રહેશે.

દંડા, તલવાર, ભાલા, ચપ્પુ, લાઠી, લાકડી સહિત ઈજા પહોંચાડી શકાય તેવી બીજી કોઈ ચીજો સાથે જાહેરમાં નીકળવા પર પ્રતિબંધ

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ (loksabha election gujarat 2024)ને અનુલક્ષી જિલ્લા મેજિસ્ટ્રેટ કેયુર.સી.સંપટ દ્વારા પરવાનાવાળા હથિયારો જમા કરાવવા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિમય વાતાવરણમાં યોજાય તેમજ મતદારો મુક્ત અને નિર્ભય રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે હેતુસર તા.૦૬/૦૬/૨૦૨૪ સુધી દરેક વ્યક્તિએ પોતાના પરવાનાવાળા કે અન્ય હથિયાર સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના થાય છે.

હથિયાર જમા કરાવવામાંથી મુક્તિ મેળવવા માંગતા પરવાનેદારોએ તા.૩૧/૦૩/૨૦૨૪ સુધીમાં સ્ક્રિનીંગ કમિટી સમક્ષ અરજી કરવાની રહેશે. આ ઉપરાંત દંડા, તલવાર, ભાલા, ચપ્પુ, લાઠી, લાકડી અથવા શારીરિક ઈજા પહોંચાડવામાં ઉપયોગ થઈ શકે તેવી બીજી કોઈ ચીજો કે વસ્તુઓ સાથે લઈ ઘર બહાર નીકળવું કે ફરવું નહીં.


ફરજ પર રોકાયેલા પોલીસ કે અન્ય કર્મચારીઓ/ અધિકારીઓ કે જેઓને ફરજના ભાગરૂપે શસ્ત્રો રાખવાની પરવાનગી આપવામાં આવી છે, શારીરિક અશક્તતાના કારણે લાકડી અથવા લાઠી લઈને ફરવું હોય તેવી વ્યક્તિઓ, જિલ્લાની રાષ્ટ્રીયકૃત બેંકો કે બેંકની કેશ કરન્સી લઈ આવવા તથા લઈ જવા માટે ફરજના ભાગરૂપે બેંકના હથિયાર પરવાનાવાળા શસ્ત્રો રાખવાની પરવાનગી આપવામાં આવી છે તેવી વ્યક્તિઓ, પોતે પરવાના ધરાવતી હોય તે સંસ્થા અને સિક્યુરિટી ફરજ પરની વ્યક્તિ વેલીડ પરવાનો ધરાવતી હોય તેવી સંસ્થાઓ અને વ્યક્તિઓ પોતાના ફરજના ભાગરૂપે તે સ્થળે પરવાનાવાળા શસ્ત્રો રાખી શકશે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ફરજ બજાવતા તમામ મેજિસ્ટ્રેટ, કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારનાં તમામ અધિકારીઓ/કર્મચારીઓ કે જેઓને કાયદા મુજબ સરકારી કે અંગત હથિયાર ધારણ કરવાની મંજૂરી આપવામાં આવી છે અથવા પરવાનો ધરાવે છે અથવા ચૂંટણીની ફરજ પર હોય તેમને તથા રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય લેવલની શૂટિંગ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પોર્ટપર્સન તરીકે પરવાનો ધરાવે છે તેમને આ હુકમ લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ દંડ સંહિતાની કલમ -૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું તા.૦૬/૦૬/૨૦૨૪ સુધી અમલમાં રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

covishield side effects latest news India’s squad for ICC Men’s T20 Cricket World 2024
India’s squad for ICC Men’s T20 Cricket World 2024
Verified by MonsterInsights