surendranagar news : જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર દ્વારા તા.૨૦/૦૬/૨૦૨૪ના રોજ સવારના ૧૦-૩૦ કલાકે જિલ્લા રોજગાર કચેરી, કલેકટર કચેરી સામે, સુરેન્દ્રનગર ખાતે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લામાં યુવાઓને રોજગારીનો અવસર પ્રાપ્ત થાય તેવા હેતુથી ‘અનુબંધમ’ વેબપોર્ટલના માધ્યમથી યોજાનાર આ ભરતીમેળામાં ખાનગીક્ષેત્રના નોકરીદાતા ભરતી અર્થે ઉપસ્થિત રહેનાર હોવાથી સુરેન્દ્રનગર જિલ્લાનાં ધો.૧૦/૧૨ પાસ, ગ્રેજયુએટ, ડીપ્લોમા(મિકેનીકલ/ઇલેક્ટ્રીકલ), આઈ.ટી.આઈ. (કોઈપણ ટ્રેડ) અને ૧૮ થી ૩૫ વર્ષની લાયકાત ધરાવતા રોજગારવાંછુક ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના તમામ અસલ પ્રમાણપત્રો તથા બાયોડેટા (ત્રણ થી ચાર નકલ) સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે.
આ રોજગાર મેળામાં ભાગ લેવા માટે www. Anubandham. Gujarat. Gov. in વેબપોર્ટલ પર દર્શાવેલ જોબફેર આઇડી: JF322937564 ઉપર નોંધાયેલ કંપનીની જગ્યા સામે આ લીંકમાં https.//forms.gle/Qwmksg1CD27dJwrZA ઉપર નોંધણી કરાવવાની રહેશે. કોઈ કારણોસર ઓનલાઇન નોંધણી ન થાય તો પણ ભરતીમેળામાં ભાગ લઈ શકાશે. તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.