CHOTILA TIMES

Latest Breaking News in Gujarati

Chotila Dungar Parikrama | ચોટીલા ડુંગર પરિક્રમાં

Bychotilatimes.com

Apr 14, 2024
chotila dungar parikrama 2024
  • ચોટીલા માતાજીના સાનિધ્યમાં યોજાઈ ચોટીલા ડુંગર પરિક્રમાં
  • ૬ કિલોમીટરનાં રૂટમાં ૧૦૦ સ્વયંમ સેવકો તત્પર
  • પ્લાસ્ટિક અને પ્રદુષણ મુક્ત થીમ આધારિત પરિક્રમાં યોજાઈ
  • ૧૫૦૦ કિલો લાપસી અને ૧૦૦૦ કિલો શાકની પ્રસાદી
  • આ વર્ષની થીમ પ્લાસ્ટિક અને પ્રદુષણ આધારિત
  • ચોટીલામાં આયોજિત ડો. ભીમરાવ આંબેડકરજીની રેલીમાં માયાભાઈ આહીર તથા થાન અક્કલ સાહેબની જગ્યાનાં મહંતશ્રીએ હાજરી આપી
chotila parikrama 2024 , chotila ma chamuna mataji temple darshan , chotila dungar darshan
chotila dungar parikrama 2024

chotila dungar parikrama 2024 : આજ રોજ ચોટીલા ખાતે ચામુંડા માતાજીનાં સાનિધ્યમાં ચોટીલા ડુંગર પરિક્રમાંનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે ૮:૦૦ કલાકે ડુંગરની તળેટીમાં આવેલા નવગ્રહ મંદિરમાં સાધુ-સંતો દ્વારા ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું,ત્યારબાદ ધ્વજ અર્પણ કરીને પરિક્રમાં શરૂ થઇ હતી. આ પરિક્રમાંથી પ્રકૃતિને કોઈ નુકસાન ન થાય તે માટે આ વર્ષે પ્લાસ્ટિક અને પ્રદુષણ મુક્તથીમ પર આયોજન કરવામાં આવશે. ધર્મ જાગરણ સમન્વય તથા ચોટીલા ડુંગરી પરિક્રમાં સમિતિ દ્વારા છેલ્લા ૨ વર્ષથી ચોટીલા ડુંગર પરિક્રમાંનું આયોજન કરાય છે, ૨૦૨૪માં સતત ત્રીજી વખત આ પરિક્રમાંનું આયોજન કરવામાં આવ્યું હતું.

૬ કિલોમીટરનાં રૂટમાં ૧૦૦ સ્વયંમ સેવકો તત્પર : પરિક્રમામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં. જેમાં અમુક અંતરે કેમ્પો ઉભા કરવામાં આવ્યાં હતાં સાથે સાથે ૧૦૦થી વધારે સ્વયંમ સેવકોએ પણ ખડે પગે સેવા આપી હતી. પરિક્રમાંનો સમય સવારે ૮ થી ૧૨ કલાક સુધીનો રાખવામાં આવ્યો હતો. તથા આરોગ્ય સેવા માટે ૧ મેડિકલ ટીમ ૧૦૮, ફાયરટીમ પણ તૈનાત હતી.

૧૫૦૦ કિલો લાપસી અને ૧૦૦૦ કિલો શાકની પ્રસાદી : પરિક્રમામાં આવનારા ભક્તો માટે પ્રસાદ સ્વરૂપે ભોજનની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. જેમાં ભક્તો માટે ૧૫૦૦ કિલો લાપસી અને ૧૦૦૦ કિલો શાકની પ્રસાદી તૈયાર કરવામાં આવી હતી.

આજરોજ 14-04-2024 ચોટીલા ડુંગર પરિક્રમાની સાથે સાથે ડો.ભીમરાવ આંબેડકરજી ની જન્મ જયંતિ પણ છે… આજના દિવસે ચોટીલામાં આયોજીત ડો.ભીમરાવ આંબેડકરજીની રેલીમાં માયાભાઈ આહિર તથા થાન અક્કલ સાહેબની જગ્યાના મહંત શ્રી કૃષ્ણવદન સાહેબ સાથે રેલીમા સહભાગી થઈ તેમની પ્રતિમાં ને ફૂલહાર કર્યા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

covishield side effects latest news India’s squad for ICC Men’s T20 Cricket World 2024
India’s squad for ICC Men’s T20 Cricket World 2024
Verified by MonsterInsights