જિલ્લામાં જાહેર સલામતી અને જાહેર વ્યવસ્થાની જાળવણીમાં બાધારૂપ કેવલભાઈ રમેશભાઈ કલોત્રાને હાજર થવા ફરમાવતુ જાહેરનામું પ્રસિદ્ધ કરાયુ.
સુરેન્દ્રનગર જિલ્લામાં જાહેર સલામતી અને જાહેર વ્યવસ્થાની જાળવણીમાં બાધારૂપ કેવલભાઈ રમેશભાઈ કલોત્રા ઉ.વ ૨૩, રહે, દેશળભગતની વાવ પાસે રબારી નેશ, સુરેન્દ્રનગરને હાજર થવા માટે ફરમાવતુ જાહેરનામું જિલ્લા મેજિસ્ટ્રેટ કે.સી. સંપટ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
કેવલભાઈને અટકાયતમાં લેવા માટે હુકમ કરવામાં આવ્યો હતો. જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે કેવલભાઈ ફરાર થઈ ગયા છે. તેઓ એવી રીતે છુપાતા ફરે છે જેથી તેમની નિવારક અટકાયત કરવા માટે અટકાયત હુકમનો અમલ/ બજવણી કરી શકાતી નથી. ગુજરાત અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબતોના અધિનિયમ ૧૯૮૫ની કલમ ૮(૨) થી મળેલા અધિકારની રૂએ ફરાર વ્યક્તિ કેવલભાઈ રમેશભાઈ કલોત્રાને હુકમની તારીખથી દિન-૧૦માં પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગર સમક્ષ અથવા સુરેન્દ્રનગર જિલ્લાના કોઈપણ પોલીસ મથક ખાતે હાજર થવા આદેશ કરવામાં આવ્યો છે.
જો તેઓ આ હુકમ મુજબ નિયત સમય મર્યાદામાં હાજર નહીં થાય તો કાયદાની કલમ-૮(૧) અને ફોજદારી અધિનિયમ ૧૯૭૩ની જોગવાઈઓ મુજબ તેમની સઘળી સ્થાવર/ જંગમ મિલકતો ટાંચમાં લઈને જપ્ત કરીને સરકાર દાખલ કરવાની નિયમોનુસારની કાર્યવાહી કરવામાં આવશે તેમજ ગુનો નોંધી ફોજદારી રાહે પગલાં પણ લેવામાં આવશે.
latest gujarati news in surendranagar, chotila times news, thangadh news, limbadi news, chotila news , sayla news gujarati news loksabha election 2024.