સુરેન્દ્રનગર જિલ્લામાં મંજૂરી વગર ચૂંટણી પ્રચાર સંબંધી સભા સરઘસ ઉપર પ્રતિબંધ મૂકતુ જાહેરનામુ…..Chotila times news
રાતે 10.00 કલાક પછી મંડળી, સભા-સરઘસનાં આયોજન પર પ્રતિબંધ | chotila surendranagar breaking news
જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા વિવિધ જાહેર હુકમો બહાર પાડવામાં આવ્યા
લોકસભા સામાન્ય ચૂંટણી( loksabha election 2024 )ને ઘ્યાને રાખી જિલ્લામાં જાહેર વ્યવસ્થા તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા વિવિધ જાહેર હુકમો બહાર પાડવામાં આવ્યા છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૦૬/૦૬/૨૦૨૪ સુધીનાં સમયગાળા દરમિયાન અગાઉથી મંજૂરી મેળવ્યા સિવાય વ્યક્તિઓની મંડળી, સભા, સરઘસનું આયોજન કરવા પર પ્રતિબંધ મૂકતુ જાહેરનામુ જિલ્લા મેજિસ્ટ્રેટ કે.સી.સંપટ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર ચૂંટણી પ્રચાર સંબંધી સભા સરઘસ, રેલી વગેરે યોજવા માટે સિંગલ વિન્ડો સિસ્ટમ પરથી પરવાનગી મેળવવાની રહેશે તેમજ રાત્રિનાં ૧૦:૦૦ વાગ્યા પછી મંડળી, સભા સરઘસ કાઢી શકાશે નહીં. આ નિયંત્રણો સ્થાનિક સતાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યક્તિઓ, સંસ્થાઓ, ફરજ પરના ગૃહ રક્ષક દળના વ્યક્તિઓ, લગ્નના વરઘોડા – સ્મશાનયાત્રાને લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ દંડ અને શિક્ષાને પાત્ર થશે.